લઘુમતી જાતિના વિધાર્થીનીઓ માટે ઓન-લાઈન સ્કોલરશીપ અંગે અગત્યની નોટીસ 2023-24

 

તા.ગુરુવાર૦૫ ઓક્ટોમ્બર ૨૦૨૩

લઘુમતી જાતિના વિધાર્થીનીઓ માટે

(મુસ્લીમખ્રિસ્તીશીખપારસીબૌધ્ધજૈન)

ઓન-લાઈન સ્કોલરશીપ અંગે અગત્યની નોટીસ

HTTP://SCHOLARSHIPS.GOV.IN

 

 BA /B.COM સેમીસ્ટર-૦૧/૦૩/૦૫ માં અભ્યાસ કરતી લઘુમતી વિધાર્થીની બહેનો એ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં શિષ્યવૃતિ મેળવવા ઉપરોકત વેબસાઈટ પર લોગીન થઈ ઓન-લાઈન અરજી વિધાર્થીનીઓ એ જાતે કરવાની રહેશે.

પ્રથમ વખત શિષ્યવૃતિ માટે અરજી કરતા વિધાર્થીએ  ફ્રેશ ફોર્મ ભરવાનું રહેશે. બીજા જ વર્ષે આ જ અભ્યાસક્રમ માટે રીન્યુઅલ ફોર્મ ભરવાનું રહેશે.

સરકારશ્રીના આદેશ અનુસાર સરકાર દ્રારા અરજીઓ રજુ કરવાની છેલ્લી તારીખ ૦૧/૧૧/૨૦૨૩ પછી ઓટૉમેટીક સોફટવેર દ્દ્રારા મેરીટ જનરેટ કરવામાં આવશે, જેથી

અરજી કરનાર તમામ વિધાર્થીઓને સ્કોલરશીપ મળશે એવું માનવાનું રહેતું નથી.

ઓનલાઈન અરજી-પત્રક ભરી તેની પ્રીન્ટ-આઉટ કોલેજને સમય મર્યાદામાં રજુ કરવાની રહેશે

અરજી પત્રક સાથે સ્વપ્રમાણિત સહિ કરી સામેલ કરવાના આધાર-પુરાવા

·        ઓનલાઈન અરજી પત્રક  ૧ નકલમાં (એક નકલ વિધાર્થીએ રાખવી)

o       ઓનલાઈન અરજી ફોર્મ ઉપર સંમ્પર્ક થઈ શકે તેવો મોબાઈલ નંબર દર્શાવવો.

v     વિધાર્થીનો પાસપોર્ટ સાઈઝનો તાજેતર નો ફોટો

v     છેલ્લા અભ્યાસક્રમ ની પાસ કરેલી માર્કશીટ (પ્રથમ પ્રયાસે પરિણામ ૫૦% હોવુ જરૂરી છે.)

v     વાર્ષિક આવક અંગેનો સક્ષમ અધિકારી નો દાખલો 

v     વિધાર્થીની ધાર્મિક લઘુમતીનો હોવાનો દાખલો (નમુનો ઓનલાઈન આપેલ છે.)

v     ડેકલેરેશન ફોર્મ અને બોનાફાઈડ સ્ટુડન્ટ સર્ટીફીકેટ (નમુનો ઓનલાઈન આપેલ છે.)

v     ચાલુ વર્ષની ભરેલ ફી ની પંહોચની નકલ

v     રેશનકાર્ડ/લાઈટબીલ ની નકલ

v     આધાર કાર્ડ ની નકલ – ફરજીયાત

v     બેન્ક પાસબુક ની નકલ (આધાર નંબર ને બેંક એકાઉન્ટ સાથે લિન્ક કરાવવું ફરજીયાત)

o       તમામ બિડાણો પ્રમાણીત (ખરી નકલ) કરાવેલા હોવા જરૂરી છે.

અધુરી વિગતો તેમજ છેલ્લી તારીખ પછી મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ, આ બાબતે જવાબદારી જે-તે વિધાર્થીની રહેશે જેની ગંભીરતાપૂર્વક નોંધ લેશો. 

કોલેજ કક્ષાએ ફોર્મ જમા કરાવવાની તારીખ :- ૧૮/૧૦/૨૦૨૩ થી ૨૫-૧૦-૨૦૨૩

 

 

આચાર્યશ્રી

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)


Comments