તારીખ :- શનીવાર, ૩૦ સપ્ટેમ્બેર ૨૦૨૩
ઓન-લાઈન સ્કોલરશીપ અંગે અગત્યની નોટીસ
BA /B.COM - સેમીસ્ટર 01/03/05 માં અભ્યાસ કરતી બક્ષીપંચ (SEBC/OBC), EBC, DNT ની વિધાર્થીની બહેનો એ વર્ષ ૨૦૨૩-૨૪ માં શિષ્યવૃતિ મેળવવા ઉપરોકત વેબસાઈટ પર લોગીન થઈ ઓન-લાઈન અરજી પોતાના રજીસ્ટર મોબાઈલ નંબરથી આવક મર્યાદા તેમજ લાગુ પડતી યોજના મુજબ વિધાર્થીનીએ જાતે કરવાની રહેશે.
સેમ-૦૩ અને સેમ-૦૫ માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ એ રિન્યુઅલ ફોર્મ ભરવાના રહેશે, સેમીસ્ટર-૦૧ ની વિધાર્થી બહેનોએ ફ્રેશ અરજી કરવાની રહેશે. ડીજીટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ એડ્રસ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે કાયમી સાચવી રાખવા.
ગ્રામ્યકક્ષાએ વિધાર્થી Egram સેન્ટર પરથી પોતાનું ફોર્મ ઓનલાઈન ભરાવી શકશે
ભારત સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃતિ યોજનાની ગાઈડલાઈન મુજબ વિધાર્થીની હાજરી અભ્યાસક્રમ દરમ્યાન ૭૫% હોવી જરૂરી છે, અન્યથા કોલેજના આચાર્ય તરફથી પગલા ભરવામાં આવે તો સમ્પૂર્ણ જવાબદારી વિધાર્થીની રહેશે.
વિધાર્થીનીઓએ ઓનલાઈન અરજી કરેલ હશે અને તેને ફાઈનલ સબમીટ કરવામાં નહિ આવેલ હોય કે એપ્લીકેશન પ્રીન્ટ – તમામ આધાર પુરાવા સાથે કોલેજમાં જમા કરાવેલ નહી હોય તો તેવા વિધાર્થીઓની અરજી ધ્યાને લેવામાં નહિ આવે.
ક્રમ |
જાતી / CASTE |
યોજનાનું નામ |
01 |
Sebc/
ebc & DNT |
PM YASASVI POST METRIC
SCHOLARSHIP FOR OBC, EBC & DNT STUDENTS |
ઓનલાઈન અરજી પત્રક સાથે જોડવાના થતા આધાર-પુરાવા SELF ATTESTED / સ્વ-પ્રમાણિત નકલ હોવી જરૂરી છે.
1. ઓનલાઈન અરજી પત્રક – ૧ નકલમાં (એક નકલ વિધાર્થીએ સાચવીને રાખવી)
o ઓનલાઈન અરજી ફોર્મ ઉપર સંમ્પર્ક થઈ શકે તેવો મોબાઈલ નંબર દર્શાવવો.
2.જે વિધાર્થી સરકાર માન્ય રજીસ્ટર્ડ થયેલ હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું પ્રમાણપત્ર રજુ કરવું (જેનો નમુનો ઓનલાઈન ઉપલબ્ધ છે, જે ડાઉનલોડ કરી હોસ્ટેલ સંબધિત અધિકારીના સહી/સિક્કા કરાવીને સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે)
3.કોલેજની પ્રથમ સત્ર-ફી ની પંહોચ (૨૦૨૩-૨૪) સેમીસ્ટર-૦૧/૦૩/૦૫ જેમાં ભણતા હોય તે...
o આર્ટસમાં મુખ્ય વિષય અંગ્રેજી રાખનારે ૨૦૦૦/- રૂ! ની પંહોચ પણ જોડવી
(સત્ર શરૂ થયા તારીખ ૧૫/૦૬/૨૦૨૩ થી ૨૮/૦૪/૨૦૨૪)
4.સ્કૂલ-એલ. સી (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
5.ધોરણ-10 થી તમામ માર્કશીટ (ધોરણ-૧૧/૧૨ તેમજ કોલેજમાં ભણેલા તમામ સેમીસ્ટરની માર્કશીટ જોડવી)
o (ધોરણ-૧૦ બાદ અભ્યાસક્રમમાં તુટ(બ્રેક) હોય તો સ્ટેમ્પ પેપર ઉપર એકરારનામું)
6.વિધાર્થીનો જાતિના દાખલો (સક્ષમ અધિકારી દ્રારા આપવામાં આવેલ હોય તે જ)
7.આવકનો દાખલો (૦૧/૦૪/૨૦૨૧-પ્રમાણપત્ર ઈસ્યુ થયાની તારીખ થી ત્રણ વર્ષ ચાલે તેવું)
O (જો પિતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર અને જો માતા-પિતાએ છુટાછેડા લીધા હોય છુટાછેડાનો આધાર રજુ કર્યે થી માતાનાં આવકનો દાખલો માન્ય રહેશે.)
v ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા
v શહેરી વિસ્તાર માટે મામલતદારશ્રી નું હોવુ જરૂરી છે
ü (વિધાર્થી ના વાલી સરકારી નોકરી કરતા હોય તો નાણાકીય વર્ષ- ૨૦૨૩-૨૪ નું આઈ. ટી રીટૅન – ફોર્મ નંબર-16 સાથે)
8. રાશન કાર્ડ ની ઝેરોક્ષ નકલ
9. આધાર કાર્ડ ની ઝેરોક્ષ નકલ (બેંક એકાઉન્ટ સાથે લીન્ક થયેલ હોવું જરૂરી છે.)
10. સેવીંગ બેંક ખાતાની પાસબુકના પ્રથમ પેજની IFSC કોડ સાથેની ઝેરોક્ષ નકલ
o આધાર નંબરને સેવીંગ બેંક ખાતા સાથે લીંક કરાવવું ફરજીયાત છે.
કોલેજ કક્ષાએ ફોર્મ જમા કરાવવાની તારીખ :- ૧૮/૧૦/૨૦૨૩ થી ૨૫-૧૦-૨૦૨૩
સમય મર્યાદામાં ન આવેલ તથા અધુરી વિગતો વાળી તેમજ છેલ્લી તારીખ ૨૫/૧૦/૨૦૨૩ પછી મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ, આ બાબતે જવાબદારી જે-તે વિધાર્થીની રહેશે જેની ગંભીરતાપૂર્વક નોંધ લેશો.
આચાર્ય
(ડો.ચેતનાબેન જી. ભેંસદડીયા)
Comments
Post a Comment